• Screen Reader Access
  • A-AA+
  • NotificationWeb

    Title should not be more than 100 characters.


    0

Asset Publisher

ભીમાશંકર મંદિર


ભીમાશંકર મંદિર મહારાષ્ટ્રના સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું એક પ્રાચીન શિવ મંદિર છે જે ભગવાન શિવના ભક્તોનું ધ્યાન ખેંચે છે.  સમગ્ર ભારતમાં ફેલાયેલા 12 જ્યોતિર્લિંગોમાં આ મંદિર એક જ્યોતિર્લિંગ છે.

જીલ્લાઓ / પ્રદેશ    
પુના જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત.


ઈતિહાસ    
ભગવાન શિવનું આ મંદિર મહારાષ્ટ્રની ભીમા નામની એક પવિત્ર નદીના ઉદ્ગમ સાથે સંકળાયેલું છે.  માન્યતા એ છે કે, ભીમા નદી અહીંથી ઉદ્ભમે છે અને જંગલમાં અદૃશ્ય થઈ જાય છે અને ફરી સહ્યાદ્રીના પૂર્વીય  ઢાળવાળા ઘાટા જંગલમાં  દેખાય છે.  આ પહાડી પહેલા સુરક્ષિત કરવામાં આવેલ અભયારણ્ય માટે પણ જાણીતી છે.
 આ ભારતના મહત્વપૂર્ણ યાત્રાધામોમાંનું એક યાત્રાધામ છે જેની યાત્રા અનેક પ્રસિદ્ધ  સંતો અને તપસ્વીઓ કરે છે.  શૈવ પુરાણોમાં આ મંદિરનો ઉલ્લેખ ભગવાન શિવ સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોમાંથી એક જ્યોતિર્લિંગના રૂપમાં કરવામાં આવે છે.આ ઈન્ડો-રોમન વેપાર દરમિયાન પ્રાચીન વેપાર માર્ગનો એક ભાગ હતો જે દરિયાકાંઠાના બંદરોને પઠાર પર વ્યાપારી કેન્દ્રો સાથે જોડતો હતો.  ગણેશઘાટ નામનો એક પહાડી માર્ગ (પાસ ) આજે  પણ ટ્રેકિંગ કરવાનારો માટે સ્વર્ગ સમાન મનાય છે.
 સાહિત્યિક સૂત્રો કહે છે કે મંદિરનું નિર્માણ ૧૩ મી સદીમાં કરવામાં આવ્યું હતું.  મંદિરનો એક ભાગ ૧૪૩૭ એડીમાં ચિમાજી અંતાજી નાયક ભીંડે નામના વેપારીએ બનાવ્યો હતો.  આ મંદિર આર્કિટેક્ચરની નાગર શૈલીની જૂની અને નવી બંને સંરચનાઓથી બનેલું છે.  ચિમાજી અપ્પાએ પોર્ટુગીઝ પર વિજય મેળવ્યા બાદ વસઈ કિલ્લામાંથી ૫ ઇંટો લીધી હતી અને આ મંદિરમાં એક ઈંટ સ્થાપિત કરી હતી.  મંદિરનો હોલ ૧૮ મી સદીમાં પેશ્વા નાના ફડણવીસે બનાવ્યો હતો.  મંદિર શુષ્ક ચણતર શૈલીમાં બનાવવામાં આવ્યું છે.  આ મંદિરની મુલાકાત છત્રપતિ શિવાજી મહારાજ અને રાજારામ મહારાજે કરી હોવાનું કહેવાય છે.   પેશ્વા રઘુનાથરાવે અહીં કૂવો ખોદ્યો હતો.  નાના ફડણવીસ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

ભૂગોળ    
મંદિર ભોરગિરિ ગામમાં આવેલું છે જે ઘેડ તાલુકાના ૫૦ કિમી  ઉત્તર પશ્ચિમમાં છે.  તે પુણે શહેરથી ૨૦૬ કિમી દૂર સ્થિત છે.

હવામાન / આબોહવ
આ પ્રદેશમાં પૂરાં વર્ષ દરમિયાન ગરમ-અર્ધ શુષ્ક વાતાવરણ હોય છે અને સરેરાશ તાપમાન ૧૯.૩૩ ડિગ્રી સેલ્સિયસ હોય છે.
 એપ્રિલ અને મે આ બે મહિનાઓ પ્રદેશના સૌથી ગરમ મહિનાઓ છે જ્યારે તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.
 શિયાળો અતિ ઠંડો હોય છે, અને તાપમાન રાત્રે ૧૦ ડિગ્રી સેલ્સિયસ જેટલે નીચે જઈ શકે છે, પરંતુ દિવસનું સરેરાશ તાપમાન લગભગ ૨૬ ડિગ્રી સેલ્સિયસ હોય છે.
 આ પ્રદેશમાં વાર્ષિક વરસાદ  ૭૬૩ મીમી જેટલો થાય છે.

કરવા યોગ્ય પ્રવૃત્તિઓ    
મંદિરને દશાવતારની કેટલીક મૂર્તિઓથી શણગારવામાં આવ્યું છે જેનાં દર્શન કરવા તે એક અદ્ભુત અનુભવ હોય છે.  મંદિર મહાશિવરાત્રીના મહોત્સવ દરમિયાન અને ચોમાસાની  પહેલા અહિં ફાયર ફ્લાય્સ ફેસ્ટિવલ થાય છે જેનાં દરમિયાન અસંખ્ય પ્રવાસીઓ આનાં પ્રતિ આકર્ષિત થાય છે.


નજીકનું ટૂરિસ્ટ સ્થળ    
નજીકના ટૂરિસ્ટ આકર્ષણોમાં સમાવેશ થાય છે:
●    ભીમાશંકર ફોરેસ્ટ રિઝર્વ: ૧.૭ કિમી
●     શિવનેરી ફોર્ટ: ૬૯.૬ કિમી
●     નારાયણગ ફોર્ટ: ૮૦.૭ કિમી
●     જીવધન ફોર્ટ: ૮૦.૧ કિમી
●     હડસર ફોર્ટ: ૮૩.૨ કિમી

વિશેષ વાનગીઓની વિશેષતાઓ અને હોટલ
મહારાષ્ટ્રિયન ભોજન મુખ્યત્વે અહીં નજીકની રેસ્ટોરાંમાં જોવા મળે છે.  મિસલ પાવ અહીંની ખાસ વાનગીઓમાંની એક છે.

નજીકમાં રહેવાની સુવિધાઓ અને હોટેલ/હોસ્પિટલ/પોસ્ટ ઓફિસ/પોલીસ સ્ટેશન    
●    ઘોડેગાંવ પોલીસ સ્ટેશન  ૪૭.૨ કિમી ના અંતરે સૌથી નજીક છે.
●     ૬૬.૨ કિમી ના અંતરે સંજીવની ચેસ્ટ એન્ડ જનરલ હોસ્પિટલ.


મુલાકાતનો નિયમ અને સમય
મુલાકાતનો શ્રેષ્ઠ મહિનો    
●    મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો રહેશે.
●     મંદિરમાં પ્રવેશ ફી નથી.
●     મંદિર સવારે ૪ : ૦૦ વાગ્યે ખુલે છે અને સાંજે ૮ :૦૦ વાગ્યે બંધ થાય છે.

ક્ષેત્રમાં બોલાતી ભાષા    
અંગ્રેજી, હિન્દી, મરાઠી