દેહુ - DOT-Maharashtra Tourism
Breadcrumb
Asset Publisher
દેહુ
દેહુ મધ્યયુગીન સંત તુકારામ સાથે સંકળાયેલ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. તુકારામ વિઠોબાના ભક્ત હતા અને ભક્તિનો ઉપદેશ આપતા હતા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના સમકાલીન હતા.
જીલ્લોઓ/ પ્રદેશ
પૂના જીલ્લો, મહારાષ્ટ્ર, ભારત
ઈતિહાસ
સંત તુકારામ ૧૭ મી સદીમાં પૂનાની નજીક દેહુ ખાતે રહેતા હતા. તેઓ મહારાષ્ટ્રમાં ભક્તિ પરંપરાના ઉપદેશક અને આધ્યાત્મિક ગુરુ હતા. તેઓ પંઢરપુરનાં વિઠોબાના ભક્ત હતા. સંત તુકારામ મરાઠીના પ્રખ્યાત કવિ છે અને તેમની ભક્તિ રચનાઓ મરાઠીમાં 'અભંગો' તરીકે ઓળખાય છે.
આજે આ મુખ્ય શહેર તરીકે વિકસિત થયેલું છે પણ, તે ૧૭ મી સદીમાં ઇન્દ્રાયણી નદીના કિનારે એક ગામ હતું. સંત તુકારામે પોતાનું આખું જીવન આ ગામમાં વિતાવ્યું હતું અને આ ગામની નજીકની એક ગુફામાં પોતાનાં છેલ્લા સ્વાસ લિધા હતા.
સંત તુકારામના પુત્ર નારાયણબાબાએ ૧૭૨૩ માં એક નાનું મંદિર બનાવ્યું હતું. એક વિશાળ ઇમારત ધરાવતું આધુનિક માળખું જેમાં સંત તુકારામની મોટી પ્રતિમા છે, તે તાજેતરનો વિકાસ છે. મંદિરમાં સંત તુકારામ દ્વારા દિવાલો પર કોતરવામાં આવેલા ૪૦૦૦ અભંગ છે જેના દ્વારા મંદિરનું નામ ગાથા મંદિર પડ્યું. સંત તુકારામ સાથે સંકળાયેલા અસંખ્ય સ્થળો છે. તેની સાથે અસંખ્ય મિથકો અને દંતકથાઓ સંકળાયેલ છે.
ભૂગોળ
દેહુ પુનાથી લગભગ ૨૮.૨ કિમી દૂર છે. તે ઇન્દ્રાયણી નદીના કિનારે સ્થિત છે.
હવામાન/ આબોહવ
આ પ્રદેશમાં પૂરું વર્ષ ગરમ-અર્ધ શુષ્ક વાતાવરણ હોય છે અને સરેરાશ તાપમાન ૧૯ - ૩૩ ડિગ્રી સેલ્સિયસ હોય છે.
એપ્રિલ અને મે આ બે મહિનાઓ પ્રદેશમાં સૌથી ગરમ મહિના છે જ્યારે તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે.
શિયાળો અતિ ઠંડો હોય છે, અને તાપમાન રાત્રે ૧૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે છે, પરંતુ દિવસનું સરેરાશ તાપમાન લગભગ ૨૬ ડિગ્રી સેલ્સિયસ છે.
આ પ્રદેશમાં વાર્ષિક વરસાદ ૭૬૩ મીમી જેટલો હોય છે.
કરવા યોગ્ય પ્રવૃત્તિઓ
તુકારામની પાલખી દેહુથી આરંભ થઈને પંઢરપુરન જાય છે અને દર વર્ષે ઘણા યાત્રાળુઓને આકર્ષે છે. મંદિરની પાછળ આવેલી પ્રશાંત ઈન્દ્રાયાણી નદી જોઈ શકાય છે.
નજીકનું ટૂરિસ્ટ સ્થળ
(૩૭.૭ કિમી)
● ભામચંદ્ર કેવ્સ (૧૩.૧ કિમી)
● નિમગાંવ ખંડોબા ફોર્ટ (૨૮.૮ કિમી)
● આગા ખાન પેલેસ (૩૫ કિમી)
● શનિવાર વાડા (૨૯.૮ કિમી)
● કાર્લા કેવ્સ (૩૭.૭ કિમી)
વિશેષ વાનગીઓની વિશેષતાઓ અને હોટલ
અહીંની કોઈપણ સ્થાનિક રેસ્ટોરન્ટમાં મહારાષ્ટ્રિયન ભોજન મળી શકે છે.
નજીકમાં રહેવાની સુવિધાઓ અને હોટેલ/હોસ્પિટલ/પોસ્ટ ઓફિસ/પોલીસ સ્ટેશન
વિવિધ આવાસ સુવિધાઓ નજીકમાં ઉપલબ્ધ છે.
● દેહુ રોડ પોલીસ સ્ટેશન ૯.૪ કિમીના અંતરે સૌથી નજીક છે.
● આયકન હોસ્પિટલ ૮ કિમી ના અંતરે સૌથી નજીક છે.
નજીકના એમટીડીસી રિસોર્ટની વિગતો
એમટીડીસી રિસોર્ટ પાનશેત 69.3 KM ૬૯.૩ કિમી ના અંતરે સૌથી નજીક છે.
મુલાકાતનો નિયમ અને સમય
મુલાકાતનો શ્રેષ્ઠ મહિનો
મુલાકાત માટે શ્રેષ્ઠ સમય:- આપણે કોઈપણ મહિનામાં મુલાકાત લઈ શકીએ છીએ પરંતુ આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ચોમાસા અને શિયાળાની દરમિયાનનો છે.
સમય:-પૂજાનો સમય સવારે ૬.૩૦ વાગ્યાથી સવારે ૧૦.૩૦ વાગ્યા સુધી અને પછી સાંજે 5:30 વાગ્યાથી સાંજે ૮.૩૦ વાગ્યા સુધીનો છે. શનિવાર માટે, શ્રદ્ધાળુઓ ૯.૦૦ વાગ્યા સુધી સંત તુકારામ મંદિર ખાતે તેમના દર્શનનો આનંદ માણી શકે છે.
ક્ષેત્રમાં બોલાતી ભાષા
અંગ્રેજી, હિન્દી અને મરાઠી
Gallery
How to get there

By Road
Buses frequently run between Swargate Station and Dehu. One can easily hire a cab to reach the temple.

By Rail
Nearest railway station Dehu Railway station (8.1 KM).

By Air
Nearest Pune International Airport (35.2 KM)
Near by Attractions
Tour Package
Where to Stay
Tour Operators
MobileNo :
Mail ID :
Tourist Guides
No info available
Subscription
Our Address
Directorate of Tourism, Maharashtra
15 Floor, Nariman bhavan, Narmiman point
Mumbai 400021
diot@maharashtratourism.gov.in
022-69107600
Quick Links
Download Mobile App Using QR Code

Android

iOS