• Screen Reader Access
  • A-AA+
  • NotificationWeb

    Title should not be more than 100 characters.


    0

Asset Publisher

ગોંડેશ્વર

'ગોંડેશ્વર મંદિર' સિન્નરમાં છે, અને ૧૧ મી -૧૨ મી સદીની વચ્ચે તેનું નિર્માણ થયું છે. આ મંદિરના અવલોકનથી આપણને યાદવ કાળની ભવ્ય કલાત્મક ઉપલબ્ધિનો બોધ થાય છે.  
તે આર્કિટેક્ચરની સૂકી ચણતર શૈલીના શ્રેષ્ઠ હયાત ઉદાહરણોમાંથી એક છે.

જીલ્લાઓ / પ્રદેશ
સિન્નર, નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત.

ઈતિહાસ
ગોંડેશ્વર મંદિર સ્થાપત્યના સુકા ચણતરના શ્રેષ્ઠ નમૂનાઓમાંનું એક છે.  તે મહારાષ્ટ્રમાં યાદવ વંશના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું.
 સાહિત્યિક સ્ત્રોતોના અનુસાર, સિન્નર નગરની સ્થાપના ગાવલીઓ (યાદવો) ના પ્રમુખ રાવ શિંગુનીએ કરી હતી અને તેમના પુત્ર રાવ ગોવિંદે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.  મંદિરને 'ગોવિંદેશ્વર' અથવા 'ગોંડેશ્વર' કહેવામાં આવે છે.  બાંધકામનું ચોક્કસ વર્ષ જ્ઞાત નથી .
 સમગ્ર સ્થળને 'શિવપંચાયત' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ત્યાં ભગવાન શિવને સમર્પિત કેન્દ્રિય મંદિર છે, જેની આસપાસ દેવી પાર્વતી, ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ અને ભગવાન સૂર્યને સમર્પિત ચાર મંદિરો છે.  જટિલ પેટર્ન અને સમપ્રમાણતા આ મંદિરો જોઈને મનમાં આશ્ચર્ય થાય છે.  મંદિર  કુદરતી અને સ્થાનિક રીતે ઉપલબ્ધ કાળા બેસાલ્ટ પથ્થર અને ચૂનાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.  કેન્દ્રીય મંદિરમાં સભા-મંડપ છે જેમાં આશરે ૬ મીટરની ઊંચાઈનો ગુંબજ છે જેને ચાર આશ્ચર્યજનક કોતરવા કામથી યુક્ત સ્તંભોનો આધાર આપવામાં આવેલ છે.
 મંદિરની અંદર એક વિશિષ્ટતા છે વિષ્ણુજી નાં  કૂર્મા અવતાર (કાચબાનું  સ્વરૂપ) માં કોતરકામ છે જે ખૂબ જ ભવ્ય અને  આકર્ષક છે.  આ મંદિર હાલમાં કેન્દ્ર સરકાર હેઠળ રક્ષિત સ્મારક છે.  તે અડધા હોલ (અર્ધ મંડપ / મુખ મંડપ), હોલ (મંડપ), ગર્ભગૃહ (અંતરાલા) અને ગર્ભગૃહ (ગર્ભગૃહ) સાથે હોલને જોડતો માર્ગનાં ઊંચા પ્લેટફોર્મ પર છે.  આ ગર્ભગૃહની ઉપર ભીમિજા શૈલીના સુપરસ્ટ્રક્ચર (શિખઘરા) નું શ્રેષ્ઠ હયાત ઉદાહરણ છે. મંદિરનો બાહ્ય ભાગ શિલ્પ સમૂહો અને કોતરકામથી શણગારવામાં આવ્યો છે.  એક જ ઊંચા ચબુતરા (પંચાયતના) પર પાંચ મંદિરોનો સમૂહ આ મંદિરનો એક વિશિષ્ટ આયામ છે.

ભૂગોળ
મંદિર સિન્નરના સિન્નર બસ સ્ટેન્ડથી ૨.૭ કિમી દૂર, નાસિક -પુણે હાઇવે પર નાસિક શહેરથી ૩૯.૮ કિમી દક્ષિણ-પૂર્વમાં આવેલું છે.

હવામાન /આબોહવ
પ્રદેશનું સરેરાશ વાર્ષિક તાપમાન ૨૪.૧ ડિગ્રી સેલ્સિયસ છે.
 આ પ્રદેશમાં શિયાળો ભારે હોય છે, અને તાપમાન ૧૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જાય છે.
 ઉનાળા દરમિયાન સૂર્ય ખૂબ તપે  છે.  આ વિસ્તારમાં શિયાળા કરતા ઉનાળામાં વધુ વરસાદ પડે છે.  ઉનાળામાં તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય છે.
 સરેરાશ વાર્ષિક વરસાદ આશરે ૧૧૩૪ મીમી પડે છે.

કરવા યોગ્ય પ્રવૃત્તિઓ
બધા મંદિરોની મુલાકાત લીધા પછી, તમારે જોવું જ જોઈએ:
●     મંદિરની  પૂર્વ દિશામાં સ્થિત જળ કુંડો.
●     અહીંનો  સૂર્યાસ્ત કેમકે તે સમયે મંદિર સોનેરી બની જાય છે.

નજીકનું ટૂરિસ્ટ સ્થળ
નજીકના પ્રવાસી આકર્ષણોમાં નીચે આપેલ સ્થળોનો સમાવેશ થાય છે:
●     ગારગોટી - ખનિજ સંગ્રહાલય - ૫.૬ કિમી
●     મુક્તિધામ મંદિર - ૨૨.૬ કિમી
●     સીતા ગુફા (ગુફાઓ) - ૩૧.૪કિમી
●     સુંદરનારાયણ મંદિર - ૩૦.૬ કિમી
●     શ્રી સાંઈબાબા શિરડી મંદિર - ૫૫.૫ કિમી
●     પાંડવલેની બૌદ્ધ ગુફાઓ - ૩૪.૧ કિમી

વિશેષ વાનગીઓની વિશેષતાઓ અને હોટલ
પરંપરાગત મહારાષ્ટ્રિયન ભોજન, મોમાં પાણી લાવે એવું સ્ટ્રીટ ફૂડ, અને આશ્ચર્યજનક અને અસલ વાઇન આ વિસ્તારમાં મળે છે જે તમાને સ્વાદિષ્ટ લાગશે .

નજીકમાં રહેવાની સુવિધાઓ અને હોટેલ/હોસ્પિટલ/પોસ્ટ ઓફિસ/પોલીસ સ્ટેશન
●    પોષાય તેવી આવાસ સુવિધાઓ, મૂળભૂત સુવિધાઓ નજીકમાં ઉપલબ્ધ છે.
●     સિન્નર પોલીસ સ્ટેશન ૦.૮ કિમી ના અંતરે નજીકમાં છે.
●     સિન્નર મ્યુનિસિપલ હોસ્પિટલ ૦.૮ કિમી ના અંતરે નજીકની હોસ્પિટલ છે.

મુલાકાતનો નિયમ અને સમય, 
મુલાકાતનો શ્રેષ્ઠ મહિનો
●    મંદિરનો સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૧૦.૦૦ સુધીનો છે
●     આખા વર્ષ દરમિયાન મંદિરની મુલાકાત લઈ શકાય છે.

ક્ષેત્રમાં બોલાતી ભાષા
અંગ્રેજી, હિન્દી અને મરાઠી